Gujrat Dainik Samachar

Gujrat Dainik Samachar

Share

Gujrat Dainik samachar focuses on more localized issues and events, such as regional politics, weather, business, and human interest stories.

Youtube :
https://www.youtube.com/@Gujrat_Dainik_Samachar

28/06/2026

Bharuch : જંબુસર તાલુકાના વાવલી ગામ પાસે ઈંટો ભરેલી ટ્રકે પલ્ટી મારતા રોડ પર ઈંટોના ઢગલા.
અકસ્માતમાં 3ને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા....

28/06/2026

સુરતમાં પાવર બેંક બ્લાસ્ટ થતા યુટ્યુબર શિવાનીના ઘરમાં આગ, લાખોનો સામાન બળીને ખાખ.

27/06/2026

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા આપ સૌની મનોકામના પૂર્ણ કરે.

26/06/2026

સિયા ગોયલના પિતાએ કહ્યું કે જો તેમની પુત્રી લોહાગઢ કિલ્લા કેસમાં દોષિત સાબિત થાય છે, તો તેને તે જ કિલ્લાની ખડક પરથી ધકેલી દેવી જોઈએ અને કડક સજા ભોગવવી જોઈએ. આ નિવેદન ત્યારે આપવામાં આવ્યું હતું જ્યારે તપાસ ચાલી રહી હતી. આ કેસ હજુ સુધી અંતિમ કોર્ટના ચુકાદા સુધી પહોંચ્યો નથી.

26/06/2026

આપ ધારાસભ્ય ચૈતર વસાવા કેસમાં કોર્ટે 7 વર્ષની સજા ફટકાર્યા બાદ એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે.

દોષિત જાહેર થયેલી મહિલા કેદી પાસે માત્ર 18 દિવસનું નવજાત શિશુ છે, જેણે હવે માતા સાથે જેલના અંધકારમાં રહેવું પડી રહ્યું છે. એક નિર્દોષ બાળકના જેલવાસની આ ઘટનાએ લોકોના કાળજા કંપાવી દીધા છે.

જેલ પ્રશાસન એલર્ટ: ડૉક્ટરની દેખરેખ હેઠળ પૌષ્ટિક આહાર
બાળક ખૂબ જ નાનું હોવાથી જેલ સત્તાવાળાઓ દ્વારા મેડિકલ સુપરવિઝનને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાયું છે.

બાળક અત્યંત માસૂમ અને નાનું હોવાથી વડોદરા સેન્ટ્રલ જેલ પ્રશાસન દ્વારા તેની તબિયત અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, ખાસ ડૉક્ટરના નેતૃત્વ અને કડક સુપરવિઝન હેઠળ જ માતાને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે, જેથી બાળકને સ્તનપાન અને સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ ન પડે.

કાયદો પોતાનું કામ કરી રહ્યો છે, પરંતુ આ માસૂમ બાળકની નિર્દોષતા જોઈને જેલના સ્ટાફથી લઈને સામાન્ય લોકોના કાળજા કંપાઈ ઉઠ્યા છે અને સૌ કોઈ હાઈકોર્ટ તરફથી માનવતાવાદી રાહતની આશા રાખી રહ્યા છે

❤️🏹🔥

25/06/2026

પ્રેમ અને લગ્નના સપના જોતા સુરતના એક પ્રેમી યુગલનો કરુણ અંત થયો છે. સરથાણા વિસ્તારની 'લા મરીના' હોટલના રૂમ નંબર 103માં 23 વર્ષીય માનસી ઉમરેટીયા અને અભય ત્રાડાએ ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ બંનેએ અગાઉ કોર્ટ મેરેજ કરી લીધા હતા અને બંને પરિવારની સંમતિથી હવે સામાજિક વિધિ સાથે લગ્ન કરવાના હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું.

ઘટનાના દિવસે માનસી અને અભય પોતપોતાના કામના બહાને ઘરેથી નીકળ્યા હતા અને હોટલમાં મળ્યા હતા. રૂમમાં પ્રવેશ્યા બાદ બંનેએ પહેલા પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળ ન થતા બંનેએ 'સેલ્ફોસ' નામની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવા પીતા પહેલા બંનેએ પોતાના પરિવારજનોને ભાવુક મેસેજ મોકલ્યા હતા. માનસીએ તેના પિતાને મેસેજ કરી માફી માંગી હતી, જ્યારે અભયે તેના ભાઈને લખ્યું હતું કે, "લગ્નની તારીખ નક્કી કરવામાં થતા વિલંબ અને લગ્ન વિના સાથે રહેવા ન મળતું હોવાથી અમે આ પગલું ભરી રહ્યા છીએ."

સાંજે 5 વાગ્યાના સુમારે જ્યારે પરિવારજનોએ આ મેસેજ જોયા ત્યારે તેમની ઉપર આભ તૂટી પડ્યું હતું. હોટલના સ્ટાફ અને પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. માનસીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા અભયનું પણ બીજા દિવસે સારવાર દરમિયાન નિધન થયું હતું. આ બંને પરિવારો અમરેલી અને જૂનાગઢના વતની છે અને સુરતમાં રહેતા હતા.

અભય મકાન દલાલીનું કામ કરતો હતો, જ્યારે માનસી એક પ્રોપર્ટી ઓફિસમાં નોકરી કરતી હતી. દોઢ વર્ષ પહેલા જ તેમની સગાઈ થઈ હતી અને બંને પરિવારો હવે લગ્નની તૈયારીમાં હતા. અચાનક એવું તે શું બન્યું કે ખુશખુશાલ યુગલે મોતનો રસ્તો પસંદ કર્યો, તે અંગે હવે સરથાણા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે બંનેના ફોન કબ્જે કરીને આત્મહત્યા માટે ઉશ્કેરણી કે અન્ય કોઈ કારણ છે કે કેમ, તે જાણવા માટે સઘન તપાસ શરૂ કરી છે. આ ઘટના સુરતની છે.

Source: DivyaBhaskar

25/06/2026

60 સેકન્ડમાં 2 ભૂકંપથી વેનેઝુએલાના અનેક શહેરો તબાહ,
10 હજાર લોકોના મોતની આશંકા.

Want your business to be the top-listed Gym/sports Facility in Vadodara?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Vadodara
391421

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm