Mukesh Patel Health Immunity Natural Science

Mukesh Patel Health Immunity Natural Science

Share

Naturopath Consultant; with Ayurveda. TV shows, Health Programs,

Founder: (Since 1994) Nihar Aarogya Mandir, 7, Samadhan soc., Ranip, Ahmedabad.

Editor: Anupan Health Magazine. APPOINTMENT(ફોન ઉપર કે રુબરુ એપોઈન્ટમેન્ટ માટે)*:
7874744676, 9913230263. Established in 1994. For several years, many patients have availed naturopathy treatment free of cost.Initially started at Bakarsha’s Wadi at Pirana, Ahmedabad. Then at Swaminarayan Mandir, Ahmedabad. Here also a large number of patients took naturopathy consultations and treatment. In 199

01/08/2026

ભૂખની જેમ ઊંઘ મરી ગઈ છે, ઊંઘ આવતી નથી. શું કરશો? Insomnia, unsound sleep, sleep apnea, disturbed sleep, morning sickness

31/07/2026

.....આશરે 2009-10 ની વાત. સવારના સેશનમાં બધાને યોગ સમજાવી રહ્યો હતો; એમાં વચ્ચે વાતચીત પણ ચાલુ હોય ને..! ગાંધીનગરનાં એક બહેને એમની નજીકમાં જ તાજી બનેલી ઘટના કહી. 65 ની ઉમરની વ્યક્તિ ડૉ.ની સૂચના મુજબ બધાં ટેસ્ટ કરાવી લાવ્યા જે નોર્મલ હતાં. એટલે ડોક્ટરે રાજી થઈને કહ્યું: તમને કાંઈ નથી, મજાથી ફરો, સૂઓ. રોજની આદત મુજબ એ ભાઈ બપોરે સૂઈ તો ગયા પણ કાયમ માટે..!; બપોરની ઊંઘમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.
એનો મતલબ કે વિજ્ઞાન ખોટું? ના. શરીર નામના મશીન માટે વિજ્ઞાન બરોબર છે પરંતુ, એ મશીન ક્યાં સુધી ચાલશે એ દરેક વખતે વિજ્ઞાનનો વિષય નથી..! રિપોર્ટ ભલે નોર્મલ હતા પરંતુ એ વ્યક્તિનો સમય પૂરો થઈ ગયો હતો.
દોસ્તો, આપણે સૌએ પણ દરેક પળે આ યાદ રાખીને જ જીવવાનું છે. "આપણો સમય" ક્યારે પૂરો થશે એ "સમય"ને જ ખબર છે. પણ, અત્યારે, આ જે પળ છે એમાં કઈ રીતે જીવવું એ આપણાં હાથમાં છે, સમય બદલવાનું આપણા હાથમાં છે, અત્યારે જ સારું જીવવાનું આપણા હાથમાં છે. વાંચવા બદલ આભાર, મુકેશ પટેલ, અપોઈન્ટમેન્ટ માટે: 7874744676 9913230263, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

30/07/2026

ટેમ્પરેચર વધે પણ તાવ નથી હોતો. કેમ?

28/07/2026

યુવતીથી મમ્મી, મમ્મીથી બા બનવા સુધીની ઝડપી યાત્રાને બ્રેક મારવી છે?

27/07/2026

જમીનમાં અંગૂઠો દબાવીને વીજળી પેદા કરી છે ને..!

25/07/2026

મોં કડવું, પેટ ભારે રહે અને અશક્તિ છે. આવું કેમ થાય?

25/07/2026

.....ઉદાસ છો કે રોમેન્ટિક..!?
....દિવસો સુધી વાદળો હોય ત્યારે, યા તો મન ઉદાસ હોય યા રોમેન્ટિક મૂડમાં હોય છે; જેવી જેની પરિસ્થિતિ. પૂજા-પાઠ, માળા-મંત્ર કરવા છતાં મન ઉદાસ, ગમતું નથી. કેમ? કારણ, જે જીવતાજાગતા સૂર્યદેવ છે એમની ગેરહાજરી છે. એટલે, આપણને રોજેરોજ મળતું સેરોટોનિન ઘટે છે.
રોમાન્સ પૂરો થાય પછી રોમેન્ટિક મૂડ ક્યાં સુધી ટકે? રોમાન્સ વખતે એન્ડોર્ફિન, ડ્રગ હોર્મોન બને છે. ડ્રગની અસર પણ દૂર તો થાય ને..! 24 કલાક રોમાન્સ કરવા માટે કેટલા લોકો પાસે સમય છે? તો, આ ઉદાસી દૂર કઈ રીતે કરવી?
ચાલવું, gym, પ્રાણાયામ, ઓમકાર, ધ્યાનથી ઉદાસી ઘટે છે કેમ કે, આ બધાંથી સેરેટોનિન, એન્ડોર્ફિન બને છે. એટલે જ આ બઘું નિયમિત રીતે કરાય તો રોમાન્સમાં મળે એવી પ્રસન્નતા મળે છે..!😊. કારણ, અહીં દરેક પળે, જાણેઅજાણે આપણે પોતાને જ પ્રેમ કરતા થઈ જઈએ છીએ.
કેળાં, ભાત, દહીં, અંજીર, ખજૂર, ચા, કૉફી, ભજીયા, દાળવડાં, પુસ્તકનું વાંચન, સંગીત સાંભળવું કે જાતે એમાં ભાગ લેવો, ચિત્ર દોરવું, મિત્રને મળવું; લિસ્ટ લાંબુ થઈ શકે છે. આ બધાંથી ઉદાસી ઘટે છે, દૂર થાય છે. પણ, ચોમાસામાં કેળાં, દહીં માફક આવશે કે નહિ એ દરેકે જાતે નક્કી કરવું પડે.
દોસ્તો, જેની સાથે આપણો આત્મા મિક્સ થઈ જાય એની હાજરીથી આનંદ જ આનંદ હોય. કુટુંબના લોકો, બાળકો, દીકરી, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ, પ્રવાસનું મનમાં વસી જાય એવું સ્થળ; આ દરેકથી આપણું મન વધુ મજબૂત બને છે, મન આત્માની સાથે વધુમાં વધુ સમય રહે છે.
ભલે સતત ચાલતી રહેતી ખુશી અને સમાધિ વચ્ચે બહું લાંબુ અંતર નથી પણ, સમાધિ સાથે ખુશીને સરખાવી ન શકાય. મીરા જેવી ભક્તિ કરનારને સમાધિનો આનંદ મળે છે. અને, લાખો-કરોડો લોકોને પ્રેમ કરનાર સમાધિથી આગળ નીકળી જાય છે. વાંચવા બદલ આભાર, મુકેશ પટેલ, એપોઇન્ટમેન્ટ માટે: 7874744676, 9913230263, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

24/07/2026

.....મન જોરદાર હોય ત્યાં સુધી માણસનાં ચહેરા ઉપર ઘડપણની નિશાનીઓ આવતી નથી. ઘડપણ અને યુવાનીનું કારણ આપણું મન છે. વિચારો તાજા રહે તો શરીર તાજુ રહેશે. અપાર બુદ્ધિમાન ભગવાન એક ફળને પણ પાકે નહીં ત્યાં સુધી વૃક્ષ પરથી પડવા દેતો નથી તો એ મનુષ્યને કાચી વયે ખરી પડે એવા એટલે કે મૃત્યુ પામે એવા બનાવે?
માતા-પિતાને obesity, ડાયાબિટીસ કે બી.પી. હોય એટલે અનેક લોકો પોતાને આ થશે એવું માની લે છે. પરંતુ, માતા-પિતા નિયમિત કસરત નહોતા કરતા કે એમનું ધ્યાન ખાવામાં નહોતું એ મુદ્દા પર ફોકસ નહીં કરે. માતા-પિતાએ અજાણતા આરોગ્ય માટે જે ધ્યાન નહોતું રાખ્યું એ આપણે તો રાખી શકીએ છીએ ને..! વારસાગત રસોડું, વારસાગત આળસ, વારસાગત કેવળ ધન પર જ વધુ ફોકસ..; આ પણ ખૂબ કામના points, મુદાઓ છે.
દોસ્તો, આપણે મનથી જીવનારા, મનથી દુઃખી થનારા કે આનંદમાં રહેનારા લોકો છીએ. જીવનમાં મોટાભાગની ઘટનાઓ બનતી નથી પણ, "એ બનશે તો?" એવા ડરને લીધે પણ અનેક બીમારીઓ આવે છે. આમ જ, જીવનમાં અનેક શક્યતાઓ એવી છે કે જો આપણે મન મજબૂત કરીએ તો એ સારી વસ્તુઓ મેળવી શકીએ છીએ.
જે નથી બનવાનું અને બને તો આપણે માત્ર ભોગવવાનું જ છે એનો વિચાર કરવાને બદલે, આપણે જે કરી શકીએ છીએ એનો વિચાર કરવો જોઈએ. .....તો, આપણું મન સાચા અર્થમાં ચમત્કારો સર્જે છે, તમે જે ઈચ્છો એ કામ પાર પાડવામાં કે બીમારી દૂર કરવામાં મદદ કરે છે. આજથી જ શરૂ કરી દો; મન નામના જીનની મદદ તૈયાર જ છે. વાંચવા બદલ આભાર, મુકેશ પટેલ, અપોઈન્ટમેન્ટ માટે: 7874744676, 993230263, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ

23/07/2026

લિગામેન્ટમાં ઇજા, ફ્રેકચર અને મચકોડમાં, ઘેરબેઠા શું કરી શકો?

22/07/2026

.....મોંમાં બળતરા, પેટ પૂરું ખાલી ન થાય; લેટરિન બાદ.
....જરાક તીખું ખાવાથી પણ મોંની અંદર બળતરા થાય છે પણ, અંદર ચાંદા નથી પડ્યા; અંદરની દીવાલ જરાક છોલાઈ ગઈ છે. સ્ટૂલ(મળ) ગયા બાદ પણ પેટમાં દુઃખાવો થાય. સતત દુ:ખે એટલે ધ્યાન પેટમાં જ રહે.
મોંમાં ઠંડુ દૂધ 5 થી 10 મિનિટ, સવાર- સાંજ ભરી રાખવાથી ફાયદો થશે. જેઠીમધની ગોળી, યષ્ટીમધુવટી દરરોજ બે,-ત્રણ વાર ચૂસવાથી મોંની ગરમી ઘટે છે. અને, બપોરે-રાત્રે જમવાના એક કલાક પહેલા, 1 થી 2 ચમચી ઇસબગુલ એક ગ્લાસ પાણીમાં પીવાથી પેટમાં ફાયદો થશે. ઇસબગુલને પાણીમાં ખૂબ હલાવવું અને પછી પીવું.
દોસ્તો, મોટા આંતરડામાં છેલ્લે પચ્યા વિનાનો ખોરાક વધે છે. શરીર એને મળસ્વરૂપે બહાર ફેંકી દે છે. પરંતુ એ પહેલાં આંતરડામાં જે fibers, રેષા હોય છે એમાં આથો લાવીને શરીર fatty acids બનાવે છે.
ફેટી એસિડ્સ એટલે શક્તિનો ખજાનો; fuel storage. ફેટી એસિડ આપણા શરીરના કામનાં હોર્મોન્સને પણ active કરે છે. "ઇસબગુલ"માં ફાઇબર છે જે આંતરડાને મદદ કરે છે. જાડા ઘઉંની રોટલીમાં, ઘઉંનાં દલિયામાં, શાકમાં ફાઇબર છે. ચોમાસામાં સલાડનું ફાઇબર જલ્દી આગળ ન ખસે તો એસિડ, પિત્ત અને પેટનો દુ:ખાવો થઈ શકે છે. વાંચવા બદલ આભાર. મુકેશ પટેલ, અપોઈન્ટમેન્ટ માટે: 7874744676, 9913230263, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

Want your business to be the top-listed Gym/sports Facility in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Nihar Aarogya Mandir, 7, Samadhan Soc. , Ranip
Ahmedabad
382480

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 6:30pm