02/06/2026
આત્મ-પૂર્ણતા: ત્યાગના મુખવટાથી આંતરિક સત્ય તરફ
"ભીતરની સફર શરૂ કરવી એ સ્વાર્થ નથી, પણ આત્મ-સન્માનની દિશામાં પહેલું ડગલું છે. વર્ષોથી આપણને શીખવવામાં આવ્યું છે કે સ્ત્રીનું મૂલ્ય માત્ર તેના બલિદાન અને સહનશીલતામાં છે. પરંતુ, ખાલી પાત્રમાંથી ક્યારેય કોઈ તૃપ્ત થઈ શકતું નથી. પોતાની જાતને પીડા આપીને કરેલો ત્યાગ એ ભેટ નથી, પણ સ્વીકૃતિ મેળવવાની એક મૌન મથામણ છે.
સાચી નિઃસ્વાર્થતા પોતાની જાતને ખાલી કરવામાં નહીં, પણ આંતરિક પૂર્ણતામાં છે. જ્યારે તમે અંદરથી સમૃદ્ધ અને શાંત હોવ છો, ત્યારે જ તમારો પ્રેમ અને તમારું સમર્પણ અન્યો માટે સાચો આશીર્વાદ બને છે. પોતાના આત્માના કેન્દ્રમાં પાછા ફરવું એ સ્વાર્થ નથી, પણ અન્યોના જીવનને ખરા અર્થમાં પ્રકાશિત કરવાનો એકમાત્ર માર્ગ છે."
અપેક્ષાઓના ભારથી મુક્ત થઈને, પોતાની સાચી ઓળખ અને પૂર્ણતાને પામવાની સફર એટલે "તેજસ્વીની સૃષ્ટિ". શું તમે તમારી ભીતરના આ દિવ્ય પ્રકાશને ઓળખવા તૈયાર છો?
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti
30/05/2026
વ્યાકુળતા અને વિવેક: અંધકારમાં આત્મબળની શોધ
ખબર છે, જ્યારે માણસને અંદરથી પીડા અને નિરાશા (Depression) ઘેરી લે છે ને, ત્યારે કેટલાક લોકો સાચી રૂઝ (Healing) શોધવાને બદલે ત્યાંથી ભાગવાનો રસ્તો શોધવા લાગે છે. તેઓ જુગાર, વ્યસનો કે આડેધડ આકરા નિર્ણયો તરફ વળી જાય છે એટલા માટે નહીં કે તેમને પોતાની જાતને બરબાદ કરવી છે, પણ એટલા માટે કે ભીતરના એ ભારે દુઃખના કારણે તેમનું મન સાચું-ખોટું જોવાની ક્ષમતા ગુમાવી બેસે છે.
અને બહુ દુઃખની વાત છે કે જ્યારે એક ઘવાયેલા મન પર લાગણીઓ હાવી થઈ જાય ને, ત્યારે વર્ષોનું ડહાપણ અને વિવેક પણ સાવ મૌન થઈ જાય છે. એ ક્ષણિક છુટકારો (Escape) ક્યારે આખા જીવન માટે કાયમી મુશ્કેલી બની જાય છે તેની ખબર જ નથી રહેતી, જ્યારે એક દિવસ માણસ જાગે છે ત્યારે પોતાની જાતને પસ્તાવાના એવા કિલ્લામાં કેદ જુએ છે જે તેણે પોતે જ અજાણતા ચણ્યો હોય છે.
એટલા માટે જ, ગમે તેવી પરિસ્થિતિમાં 'શાંત મન' રાખવું એ સંસારની સૌથી મોટી શક્તિ (Inner Power) છે. કારણ કે જીવનની દરેક પીડાદાયક ઋતુ કંઈ વિનાશક પ્રતિક્રિયા નથી માંગતી. ક્યારેક જીવન બચાવનારો સૌથી મોટો નિર્ણય બસ એ જ હોય છે કે થોડીવાર થોભી જવું, ઊંડો શ્વાસ લેવો, કોઈ સાચા માર્ગદર્શક (Mentor) ની સલાહ લેવી અને મનના એ ક્ષણિક અંધકારને તમારા આખા ભવિષ્યનો ફેંસલો કરવાની મંજૂરી ન આપવી.
તેજસ્વી વિચાર:
ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે "ધ્યાયતો વિષયાન્પુંસઃ..." એટલે કે જ્યારે મન ચિંતા કે વિષયોમાં ડૂબે છે ત્યારે માણસની બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશ થવાથી માણસ પોતે નષ્ટ થઈ જાય છે. પરંતુ જે સ્થિરપ્રજ્ઞ રહીને પોતાના મનને કાબૂમાં રાખે છે, તેને પરમ શાંતિ મળે છે. ગમે તેટલું મોટું વાવાઝોડું આવે, જો તમે થોડી ક્ષણો મૌન રહીને અંતર્યામીનો આશરો લેશો, તો તમારી ભીતરની 'આંતરિક શક્તિ' તમને સાચો માર્ગ બતાવી દેશે.
યાદ રાખજો, રાત ગમે તેટલી કાળી હોય, સૂરજ ઉગવાનો નિયમ ક્યારેય બદલાતો નથી! ✨
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti
29/05/2026
અંતિમ ન્યાય: ચિત્તશુદ્ધિ અને અંતર્યામીનો અરીસો
આ જીવનના અંતે આપણો ન્યાય એ વાત પર નથી થવાનો કે આપણે આ દુનિયામાં કેટલી ધન-દૌલત, જમીન કે વસ્તુઓ ભેગી કરી છે, પણ એ વાત પર થશે કે આપણા હૃદયનો અસલી ભાવ (ભાવશુદ્ધિ) કેવો હતો.
આ પદવી, મોભો, વૈભવ અને બહારનો દેખાવ કદાચ થોડા સમય માટે સંસારી લોકોને પ્રભાવિત કરી શકે, પણ એ માયાના મહોરાં એ 'અંતર્યામી' પરમાત્માથી સત્ય છુપાવી શકતા નથી. એ તો આપણા દરેક ન બોલાયેલા શબ્દ અને મનના ઊંડાણમાં છુપાયેલા વિચારોને પણ ક્ષણમાત્રમાં જોઈ લે છે.
આપણે આખી દુનિયા સામે ભલે ગમે તેવો ડોળ કરીએ, પણ એ અકાળ પુરુષ આપણા એ ઈરાદાઓને પણ જાણે છે જે આપણે મૌન રહીને ભીતરમાં સાચવ્યા હતા. આપણે ક્યારેય કોઈનું સારું કરતાં પોતાનો હાથ પાછો ખેંચી લીધો, ક્યારે સગવડ ખાતર સત્યથી મોઢું ફેરવી લીધું, કે ક્યારે કોઈ સ્વાર્થ વગર કોઈને નિખાલસ પ્રેમ આપ્યો એ બધું જ એના ચોપડે નોંધાયેલું છે.
કારણ કે છેલ્લી ઘડીએ આપણે શેના માલિક હતા એ બધું જ અહીં છૂટી જશે. આપણી ખરી ઓળખ એ વાતથી નક્કી થશે કે જ્યારે આપણને કોઈ જ નહોતું જોઈ રહ્યું, ત્યારે આપણી ભીતરનો માણસ કેવો હતો!
તેજસ્વી વિચાર:
આપણી સનાતન પરંપરા કહે છે કે મૃત્યુ વખતે માણસ ધન, વૈભવ કે સગાં-સંબંધીઓ બધું જ અહીં છોડી જાય છે, તેની સાથે માત્ર તેના 'કર્મ' અને 'સંસ્કાર' જ આગળની યાત્રા પર જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે હું માત્ર તમારા અર્પણ કરેલા 'ભાવ'નો જ સ્વીકાર કરું છું. એટલે બહારના જગતને રાજી કરવા કરતાં પોતાના આત્માને સાક્ષી રાખીને પવિત્ર જીવવું, એ જ સાચી 'આંતરિક શક્તિ' છે.
પરમાત્મા પર ભરોસો રાખી, હૃદયને ગંગા જેવું પવિત્ર અને નિર્મળ રાખો! ✨
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti
28/05/2026
શ્રેષ્ઠ કાર્યનિષ્ઠા: માત્ર સફળતા નહીં, આત્મઘડતરનો માર્ગ
આપણી અંદર રહેલી સાચી કાર્યનિષ્ઠા (Work Ethic) માત્ર આપણને સફળતા નથી અપાવતી, પણ એ આપણા આખા જીવનને એક મજબૂત આધાર આપે છે. આપણા વેદાંતમાં કર્મને જ ઈશ્વર કહ્યો છે "કર્મ જ પૂજા છે". જ્યારે તમે પૂરા અનુશાસન અને સાતત્ય (Consistency) થી કામ કરો છો, ત્યારે તમે માત્ર બીજાનો જ નહીં, પણ પોતાની જાત પરનો ભરોસો જીતી લો છો. તમે એવો માણસ બનો છો જે શરૂ કરેલું કામ પૂરું કરીને જ જંપે છે, પછી ભલે તે દિવસે મૂડ હોય કે ન હોય. બસ, આ જ એક ગુણ તમને ભીડથી અલગ પાડે છે.
આપણા શાસ્ત્રો કહે છે કે સમય જતાં લોકો તમારી આંતરિક લાયકાત અને વિશ્વસનીયતાને પ્રતિભા (Talent) કરતાં વધુ માન આપે છે. આવડત તો ગમે ત્યારે શીખી શકાય, પણ પવિત્ર કાર્યનિષ્ઠાથી જે આદર કમાવાય છે ને, એ તમારા માટે પ્રગતિના એવા દ્વાર ખોલે છે જે ક્યારેય બંધ નથી થતા.
અને આનાથી પણ મોટો ફાયદો એ છે કે સખત પરિશ્રમ આપણી ભીતર એક આત્મબળ ઊભું કરે છે. એ આપણને ધૈર્ય, સહનશીલતા અને મન પર કાબૂ રાખતા શીખવે છે. આપણે આજુબાજુના નકામા ઘોંઘાટથી વિચલિત થયા વગર, ગમે તેવા દબાણમાં પણ શાંત રહીને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આત્મિક સામર્થ્ય મેળવીએ છીએ.
આમાંથી જ જન્મે છે સાચો આત્મગૌરવ (Self-worth). એ અહંકાર જેવો દેખાડો કરનારો નથી હોતો, પણ એ એવો શાંત અને ગંભીર આત્મવિશ્વાસ છે જે જાણે છે કે "મેં મારી જગ્યા શોર્ટકટ કે દગાથી નથી મેળવી, પણ મારા લોહી-પરસેવાથી કમાઈ છે."
અંતે તો, ગીતાનો એ જ સંદેશ છે કે જ્યારે તું ફળની આશા છોડીને કર્મને જ તારો ધર્મ બનાવી લે છે, ત્યારે માત્ર તારું પરિણામ નથી બદલાતું, પણ તારું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. તમે સામાન્યમાંથી એક 'કર્મયોગી' બની જાય છે.
તેજસ્વી વિચાર:
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે: "યોગઃ કર્મસુ કૌશલમ્" એટલે કે કર્મમાં કુશળતા લાવવી એ જ અસલી યોગ છે. જ્યારે તમે તમારા કામને માત્ર આજીવિકાનું સાધન નહીં પણ ભગવાનની આરાધના સમજીને કરો છો, ત્યારે તમારા હાથથી અદ્ભુત કાર્યો થાય છે. શોર્ટકટ ના રસ્તાથી બચીને પોતાની નિષ્ઠાને વળગી રહેવું, એ જ સાચી 'આંતરિક શક્તિ' છે.
પોતાના કર્મને જ તપસ્યા બનાવો, તમારું આંતરિક તેજ આપોઆપ ખીલી ઉઠશે! ✨
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti
27/05/2026
ભાગ્ય અને પુરૂષાર્થ: કર્મયોગનો અસલી મંત્ર
આ સંસારમાં જેને લોકો 'ભાગ્ય' કે 'નસીબ' કહે છે ને, એ ખરેખર તો ઈશ્વરે મફતમાં આપેલી કોઈ ભેટ નથી હોતી. આપણા શાસ્ત્રો કહે છે કે જેને દુનિયા નસીબ સમજે છે, એ વાસ્તવમાં વર્ષોનું મૌન તપ, કોઈના દેખાડા વગરનું અનુશાસન, અડગ ધૈર્યથી સહન કરેલી નિષ્ફળતાઓ અને કોઈનો સાથ ન હોવા છતાં એકલા હાથે લડવાની આંતરિક હિંમતનું પરિણામ છે.
આજે કેટલાય લોકો બસ એ જ આશામાં બેઠા હોય છે કે કોઈ આવશે ને તેમનો બેડો પાર કરશે ક્યારેક માતા-પિતા, ક્યારેક ભાઈ-બહેન તો ક્યારેક કોઈ તારણહારની રાહ જોયા કરે છે. પણ સનાતન સત્ય એ છે કે માણસનો સાચો આત્મવિકાસ (Growth) ત્યારે જ શરૂ થાય છે, જ્યારે તે ભગવદ્ ગીતાના એ મહાસૂત્ર "ઉદ્ધરેદાત્મનાત્માનં" ને સમજીને પોતાનો ભાર પોતે ઉઠાવતા શીખે છે, એટલે કે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરે છે.
ભલે પૂર્વજન્મના પુણ્ય કે પ્રારબ્ધને કારણે કોઈના માટે ભાગ્યનો દરવાજો એકાદ વાર ખુલી જાય, પણ એ દરવાજાની અંદર ટકી રહેવા માટે તો સખત પરિશ્રમ, કર્તવ્યભાવના અને અવિરત પુરુષાર્થની જ જરૂર પડે છે. પુરુષાર્થ વગરનું ભાગ્ય એ વાંજણી આશા જેવું છે.
અને કદાચ આ જ મોટો તફાવત છે માત્ર સંકલ્પો કરનારા 'સ્વપ્નદ્રષ્ટા' (Dreamers) અને તેને સિદ્ધ કરનારા 'કર્મવીરો' (Achievers) વચ્ચે! એક માણસ માત્ર નસીબના ભરોસે બેસીને પ્રકૃતિ પાસે ભીખ માંગે છે, જ્યારે બીજો પોતાના પુરુષાર્થ અને ઈશ્વરીય ચેતના પર ભરોસો રાખીને પોતાના અસ્તિત્વનું જાતે ઘડતર કરે છે.
તેજસ્વી વિચાર:
શાસ્ત્રોમાં કાયરતાને કોઈ સ્થાન નથી. સુપ્રસિદ્ધ શ્લોક છે: "ઉદ્યોગિનં પુરુષસિંહમુપૈતિ લક્ષ્મીઃ, દૈવેન દેયમિતિ કાયવિદો વદન્તિ" એટલે કે લક્ષ્મી (સફળતા) હંમેશા સિંહ જેવા પુરુષાર્થી માણસને જ વરે છે, 'જે થશે તે નસીબ આપશે' એવું તો માત્ર કાયર લોકો જ બોલે છે. જ્યારે તમે નસીબ પર આધાર રાખવાનું છોડીને પોતાના કર્મને જ પૂજા બનાવી લો છો, ત્યારે તમારી અસલી 'આંતરિક શક્તિ' જાગી ઊઠે છે.
કર્મયોગી બનો, પુરુષાર્થના બળે તો વિધાતાના લેખ પણ બદલાય છે! ✨
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti
26/05/2026
સત્યમેવ જયતે: સત્ય અને અફવા પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાન
સંભાળ રાખજો હો, આપણા શાસ્ત્રોમાં કાનના કાચા થવાની સખત મનાઈ છે! ઉપનિષદ કહે છે કે જે કંઈ બહાર સંભળાય એ બધું જ સાચું નથી હોતું. આ કળિયુગનો પ્રભાવ છે કે જ્યાં 'અસત્ય' (જૂઠ) બહુ ધામધૂમ, શોરબકોર અને સોશિયલ મીડિયાના ઉત્સાહ સાથે ફેલાય છે, જ્યારે 'સત્ય' બિચારો બહુ શાંતિથી અને ધૈર્યથી ચાલતું હોય છે. અફવાઓ વાયુવેગે ફેલાય છે કારણ કે એ લોકોના મનમાં રહેલા તામસિક અને રાજસિક ભાવો જેવા કે મસાલો, ડ્રામા અને નિંદા તેને પોષણ આપે છે. જ્યારે સત્ય તો ગંગા જેવું પવિત્ર છે, તેને પ્રગટ થતાં થોડો સમય લાગે જ છે.
આપણા સનાતન દર્શનમાં એક બહુ સુંદર વાત કહી છે દરેક સિક્કાની બે બાજુ હોય છે અને પૂર્ણ સત્ય માત્ર ઈશ્વર જાણે છે. આપણે જે વાર્તા સાંભળીએ છીએ તેમાં હંમેશા કેટલાક ટુકડા ખૂટતા હોય છે. એ પાછળ વ્યક્તિના પ્રારબ્ધ, છુપાયેલા ઘા અને એવી વેદનાઓ હોય છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી. આ સંસારમાં કેટલાય પુણ્યશાળી અને નિર્દોષ આત્માઓ બસ એટલે જ બદનામી નો ભોગ બન્યા, કારણ કે સમાજે 'વિવેકબુદ્ધિ' વાપરવાને બદલે અફવાઓ અને કૂથલી પર ભરોસો કર્યો.
ખરેખર તો ધર્મ આપણને પક્ષપાત વિના વિચારતા શીખવે છે. પરિપક્વતા એટલે કોઈના વિશે પણ ન્યાય તોળતા પહેલાં થોડું રોકાવું. યાદ રાખજે, રામાયણમાં રાવણના પક્ષમાં સંભળાતા અવાજો બહુ મોટા હતા, પણ સત્ય વિભીષણની શાંતિમાં હતું. મહાભારતમાં પણ સૌથી વધુ બૂમો દુર્યોધન પાડતો હતો, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત સાથે મૌન હતા. દરેક જોરથી કરાયેલો આક્ષેપ ધર્મ નથી હોતો, અને દરેક ચૂપ રહેનારો માણસ પાપી નથી હોતો. ક્યારેક જે સૌથી વધુ શાંત હોય છે ને, તે પોતાની અંદર બહુ મોટો અન્યાય સહન કરતો હોય છે.
પણ ચિંતા નહીં કરવાની...... સનાતન સત્ય એ છે કે "સત્યમેવ જયતે નાનૃતમ્" (સત્યની જ જીત થાય છે, અસત્યની નહીં). જૂઠ ગમે તેટલા ભભકા સાથે માયાવી જાળ રચે, પણ અંતે તો એ પોતાના જ પાપના વજન નીચે લંકાની જેમ તૂટી પડે છે. સત્ય હંમેશા હિમાલયની જેમ અડીખમ ઊભું રહે છે, કારણ કે પરમાત્માના આ બ્રહ્માંડમાં સત્યને પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે કોઈ વકીલાત કે ખોટા દેખાડાની જરૂર હોતી નથી.
તેજસ્વી વિચાર:
આપણા ઋષિમુનિઓએ 'મૌન' ને સૌથી મોટું તપ કહ્યું છે. જ્યારે પણ કોઈના વિશે કોઈ ચટપટી વાતો હવામાં ઉડે ને, ત્યારે જગતના ન્યાયાધીશ બનવાને બદલે અંતર્મુખી થઈ જવું. જે પરનિંદા (બીજાની બુરાઈ) થી બચે છે, તેનું આત્મબળ અદ્ભુત રીતે વધે છે. બીજાની વાતોમાં આવીને પોતાની ચિત્તશુદ્ધિ અને આંતરિક શાંતિ ગુમાવવી, એ જ અસલી અજ્ઞાન છે.
કાળચક્ર પર ભરોસો રાખ, ધર્મ અને સત્યનો સૂરજ ક્યારેય આથમતો નથી! ✨
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti
26/05/2026
આત્મ-મૂલ્યની સુગંધ: જે તમારું છે, તે તમારી પાસે આવશે જ
તમારી જાતને એટલા સક્ષમ અને મૂલ્યવાન બનાવો કે જે તમારું છે તે તમને ક્યારેય ચૂકે નહીં. જીવન ઘોંઘાટ કરતાં આંતરિક શાંતિ અને ગરિમાને વધુ ઊંડાણપૂર્વક સાંભળે છે. જ્યારે તમે તમારા વ્યક્તિત્વને નિખારો છો અને તમારા માર્ગ પર અડગ રહો છો, ત્યારે તકો, સન્માન અને પ્રેમ તમારી તરફ આકર્ષિત થાય છે. માંગવાથી કદાચ કોઈ દરવાજો ખુલે, પણ લાયકાત એવું ઘર બનાવે છે જ્યાં દરવાજા આપોઆપ ખુલે છે. તમારું અસ્તિત્વ એટલું મક્કમ અને પ્રામાણિક હોવું જોઈએ કે દુનિયા તેની નોંધ લેવા મજબૂર થઈ જાય.
આ કોઈની રાહ જોવાથી નહીં, પણ સ્વયંના વિકાસથી શક્ય બને છે. જ્યારે તમારી આભામાં શાંત શક્તિ અને સ્પષ્ટતા હોય, ત્યારે તમે આપોઆપ ચુંબકીય (Magnetic) બની જાઓ છો.
બાહ્ય અપેક્ષાઓ છોડીને આંતરિક સમૃદ્ધિ અને તેજસ્વીતા તરફની આ સફર એટલે "તેજસ્વીની સૃષ્ટિ". શું તમે પણ તમારા આ અદભૂત સામર્થ્યને વિસ્તારવા તૈયાર છો?
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti
25/05/2026
અહંકાર કે સંવેદનશીલતા? એક મોટો ભ્રમ
શું આપ જાણો છો, દરેક વખતે માણસની સંવેદનશીલતા તેના નરમ હૃદયના કારણે નથી હોતી. ક્યારેક એ પાછળ ઘવાયેલો અહંકાર (Wounded Ego) પણ હોય છે, જે પોતાની ભૂલ સ્વીકારવા, કોઈની અસંમતિ સહન કરવા કે પોતે જ સર્વશ્રેષ્ઠ નથી એ વાત માનવા તૈયાર જ નથી હોતો.
આપણને કદાચ લાગે કે સામેવાળી વ્યક્તિ બહુ ભાવુક કે નાજુક છે, પણ ખરેખર તો તેને કોઈના શબ્દોથી પીડા નથી થતી; પીડા એ વાતની થાય છે કે તેના પોતાના મનમાં જે તેની 'પરફેક્ટ ઈમેજ' બનેલી છે, તેને ઠેસ પહોંચી છે. અહંકાર નાજુક કાચ જેવો હોય છે, તરત જ તિરાડ પડી જાય!
આવા લોકો બીજાની પીડા પર હસી શકે છે, પણ પોતાની નાની અમસ્તી ખામી સામે આવતાં જ ભડકી જાય છે. તેઓ કોઈની સાચી સલાહને પણ અપમાન સમજે છે, ભૂલ સુધારવાને હુમલો માને છે અને સાચી વાતને વિશ્વાસઘાત ગણી લે છે.
જ્યારે સાચી સંવેદનશીલતા માણસને નમ્ર બનાવે છે. તે કડવું સત્ય સાંભળવાની અને પોતાની જાતને સુધારવાની હિંમત આપે છે. પણ અહંકાર? એ તો પોતાની આસપાસ એવી દીવાલ ચણી લે છે જ્યાં કોઈની પણ અસંમતિ તેને યુદ્ધ જેવી લાગે છે.
એટલે જ, કેટલાક લોકો ખરેખર 'બહુ ઈમોશનલ' નથી હોતા. તેઓ તો બસ પોતાના એ અહંકારના પોલા ચહેરાને બચાવવામાં લાગેલા હોય છે, જેને ગુમાવવાનો ડર તેમનાથી સહન નથી થતો.
તેજસ્વી વિચાર:
જો કોઈ આપણી ભૂલ બતાવે ને ત્યારે ગુસ્સો આવે, તો સમજવું કે ત્યાં આપણો 'અહંકાર' બોલી રહ્યો છે. પણ જો એ વાત આપણને વિચારતા કરી મૂકે અને કંઈક શીખવે, તો સમજવું કે ત્યાં 'ડહાપણ' (Wisdom) કામ કરી રહ્યું છે. અહંકારને ઓગાળવો એ જ અસલી આંતરિક શક્તિ છે.
આ અદ્રશ્ય દીવાલોથી મુક્ત રહીને સહજ જીવો! ✨
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti
24/05/2026
હીલિંગ: જુની વાર્તામાંથી મુક્તિ
આપણે ઘણીવાર આપણી પીડાને વારંવાર એટલે યાદ કરીએ છીએ કારણ કે તેને છોડી દેવી એ આપણને પોતાની જાતને ગુમાવવા જેવી લાગે છે. આપણું મન એ આશામાં વાર્તાનું પુનરાવર્તન કરે છે કે કદાચ આ વખતે અંત બદલાઈ જશે. પરંતુ, જ્યારે એ વાર્તા એક પાઠ બનવાને બદલે આપણું ઘર બની જાય છે, ત્યારે તે અજાણતા જ એક 'પિજરું' બની જાય છે.
ભૂતકાળ ગમે તેટલો વાગોળીએ, તે લખાણ બદલાવાનું નથી. હીલિંગ (રુઝ આવવી) એટલે ભૂલી જવું નહીં, પણ એ જૂની વાર્તાને હવે તમારા જીવનનું સંચાલન કરવા ન દેવી. એ જે અર્થપૂર્ણ છે તેને સ્વીકારવાનો શાંત નિર્ણય છે.
જ્યાં સુધી તમારી વાર્તા તમને મુક્ત કરે કે બીજાને પ્રકાશ આપે ત્યાં સુધી તેને ચોક્કસ વહેંચો. પણ એ ઓળખતા શીખો કે તે ક્યારે સાંકળ બની ગઈ છે. સાચી શાંતિ એ ક્ષણે શરૂ થાય છે જ્યારે તમે પીડાને ફરીથી જીવવાનું બંધ કરો છો અને તેનાથી આગળ વધવાની પરવાનગી પોતાની જાતને આપો છો.
તેજસ્વી વિચાર:
જેમ સાપ પોતાની જૂની કાંચળીને સહજતાથી છોડી દે છે, તેમ આપણે પણ આપણા ભૂતકાળના ઘાવને છોડવા પડે છે. જો આપણે તેને પકડી રાખીશું, તો નવા અને સુંદર ભવિષ્યને આવકારવા માટે આપણા હાથ ખાલી નહીં હોય. પરિવર્તન એ જ કુદરતનો નિયમ છે.
તમારા આંતરિક તેજ સાથે ભૂતકાળથી પર થઈને ખીલો! ✨
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti
23/05/2026
સમર્પણ અને શાંતિ: એક મૌન સંવાદ
ક્યારેક દિવસ શરૂ થાય તે પહેલાં જ મનમાં ભારે યુદ્ધ શરૂ થઈ જતું હોય છે.
તમે કાલે આવનારી ચિંતાઓ, પૂરી કરવાની જવાબદારીઓ, ઉકેલ માંગતી સમસ્યાઓ અને કોઈ ન જોઈ શકે તેવા છુપાયેલા સંઘર્ષોનો ભાર લઈને જાગો છો. અને જાણ્યા વગર જ, મન એક રણમેદાન બની જાય છે જે ડર, દબાણ, વધુ પડતા વિચારો અને થાકથી ભરેલું હોય છે. આપણે બધું જ એકલા હાથે ઉપાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જાણે જીવનનો આ ભાર સહન કરવા માટે માત્ર આપણી પોતાની શક્તિ જ પૂરતી હોય.
પરંતુ ઈશ્વરનો એવો કોઈ ઈરાદો નહોતો કે આપણે દરેક લડાઈ એકલા હાથે લડીએ.
ક્યારેક, સૌથી મોટી શાંતિ બધા જવાબો મેળવવામાંથી નથી આવતી, પણ એ ભારને તેને સોંપી દેવામાંથી આવે છે જે રસ્તો પહેલેથી જ જાણે છે. તે, જે આંસુ પડતા પહેલા જ તેને જુએ છે, જે પ્રાર્થના બોલાતા પહેલા જ તેને સાંભળે છે અને જે હૃદયના ઊંડાણમાં છુપાયેલા દરેક ડરને ઓળખે છે.
પરમાત્મા આપણે સંપૂર્ણ બનીએ તેની રાહ જોતા નથી.
તે તો બસ આપણે તેમની પાસે જઈએ તેની રાહ જુએ છે.
પ્રાર્થનામાં આપણને યાદ અપાવવામાં આવે છે કે આ દુનિયામાં આપણે ત્યજાયેલા નથી. આપણું માર્ગદર્શન થઈ રહ્યું છે. આપણને પ્રેમ મળે છે, સાંભળવામાં આવે છે અને શક્તિ આપવામાં આવે છે. જ્યારે દુનિયા આપણને માત્ર પોતાની જાત પર નિર્ભર રહેતા શીખવે છે, ત્યારે ઈશ્વર ધીમેથી યાદ અપાવે છે કે સાચી શક્તિ તો તેમના પર નિર્ભર રહેવામાં છે.
ચમત્કાર હંમેશા તોફાન રોકાઈ જવામાં નથી હોતો, પણ તોફાનની વચ્ચે પણ ઈશ્વર જે આંતરિક શાંતિ આપે છે, તેમાં હોય છે. વિશ્વાસ રાખો કે તમે ક્યારેય આ જીવનનો ભાર એકલા નહોતા ઉઠાવતા. જ્યારે બધું જ અશક્ય લાગે, ત્યારે 'હું' છોડીને 'તે' પર ભરોસો મૂકો. તમારી શક્તિ મર્યાદિત હોઈ શકે, પણ તેની કૃપા અસીમ છે.
તેજસ્વિની ટિપ:
ભારતીય દર્શનમાં આને 'પ્રપત્તિ' એટલે કે અનન્ય શરણાગતિ કહેવાય છે. જ્યારે દ્રૌપદીએ પોતાના બંને હાથ જોડીને શ્રીકૃષ્ણને પોકાર્યા, ત્યારે જ ચમત્કાર થયો. જ્યાં સુધી આપણે આપણા પોતાના બળ પર વિશ્વાસ કરીએ છીએ, ત્યાં સુધી તે શક્તિ મર્યાદિત છે. પણ જે ક્ષણે આપણે ઈશ્વરને આપણો સારથિ બનાવીએ છીએ, તે ક્ષણે આપણી લડાઈ તેની લડાઈ બની જાય છે.
પરમાત્માના પ્રેમને અનુભવો અને નિશ્ચિંત થઈને જીવો! ✨
Meghana Gandhi 😊
Tejaswini Mentor • Inner Power Expert
Creator ● Tejaswini Shrushti